મોરબી : મોરબીના ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આજરોજ ખાખરેચી તથા જુના ઘાટીલા ગામે નિ:શુલ્ક સર્વરોગ સારવાર કેમ્પ યોજાયો હતો.સવારે નવ વાગ્યાથી શરૂ થયેલો આ કેમ્પ બપોરે બે વાગ્યા સુધી ચાલ્યો હતો. આ કેમ્પમાં 700થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી હતી.આ કેમ્પમાં હાડકા, બાળરોગ,ગાયનેક,સ્કિન, આંખ, દાંત,કસરત તેમજ મેડિસિન વગેરે વિભાગોની સેવાઓ મળી હતી.