મોરબી: આજે રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત અંતર્ગત સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મન કી બાત કાર્યક્રમને જુના ઘાટીલા ગામે મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો. આજ રોજ જુના ઘાટીલા મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતના કાર્યક્ર્મને નિહાળવાનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત ના કો. સદસ્ય કેતનભાઈ વિડજા, સરપંચ ઉમેશભાઈ જાકાસણિયા, યુવા ભાજપ મહામંત્રી નિકુંજભાઈ વીડજા, વીપુલભાઈ વિડજા અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.