કોરોનાની ત્રીજી લહેરમાં હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત થવાની દિશામાં આગળ વધતા મોટી રાહત મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે મોટી રાહતના ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં આજે કોરોનાની વિદાય નિશ્ચિત થઈ ગઈ હોય એમ એક પણ કેસ નોંધાયા ન હતા. બે મહિના પછી કોરોના મુક્તના રાહતજનક ન્યુઝ સામે આવતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મોરબી જિલ્લામાં ડિસેમ્બર માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ જાન્યુઆરીમાં હાહાકાર મચાવ્યો હતો એક તબબકે 350 થી પણ વધુ કેસ સામે આવતા કેટલાક નિયત્રણ પણ લાદવામાં આવ્યા હતા. પણ ફ્રેબ્રુઆરી માસ શરૂ થતાં જ કોરોનાના વળતા પાણી શરૂ થયા હતા અને છેલ્લા 15 દિવસમાં તો એવી સ્થિતિ હતી કે, કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં આવી ગયા હતા અને કોરોના કેસ ઘટવાનો સિલસિલો યથાવત રહેતા હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 474 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે આજે રવિવાર હોવાથી ટેસ્ટ ઓછા થયા હતા. એટલે ઓછ ટેસ્ટમાં એકપણ કેસ નોંધાયા ન હતા. આમ છતાં પણ હમણાંથી 2 કે 5 કેસ નોંધાતા હોવાથી 2 મહિના પછી મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવી હકારાત્મક સ્થિતિ સામેં આવી છે. જો કે આજે એક જ દર્દી ડિસ્ચાર્જ થતા હવે 27 કેસ જ એક્ટિવ રહ્યા છે. આ એક્ટિવ કેસ પણ બહુ જ ટૂંકાગાળામાં રિકવર થઈ જાય એવી આશા સેવાઈ રહી છે.