ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગપર કાબુ મેળવ્યો મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પોલીસ ચોકીની બાજુમાં ભંગાર હાલતમાં રહેલ એમ્બ્યુલન્સમાં આજે સવારે આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા તત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી. જાણવા મળતી વિગત મુજબ આજ સવારે દસેક વાગ્યાની આસપાસ મોરબી સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીની બાજુમાં ભંગાર હાલતમાં પડેલ એમ્બ્યુલન્સના ટાયરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેથી ત્યાં હાજર રહેલ સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી 20 મિનિટમાં આગને ઓલવી આગ પર કાબુ મેળવ્યો હતો.