વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક બનેલી ગોઝારી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળી ગામે રહેતો યુવાન બાઈક લઈને વાંકાનેર આવતો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડ નજીક સર્વિસ રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળી ગામે ઝાપા પાસે રહેતો ઉમેશ નવઘણભાઈ વાડવેલીયા ઉ.21 નામનો યુવાન પોતાનું બાઈક લઈને વાંકાનેર તરફ આવતો હતો ત્યારે માર્કેટયાર્ડના બસ સ્ટેન્ડ સામે સર્વિસ રોડ ઉપર ડિવાઈડર સાથે અથડાતા ઉમેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતા નવઘણભાઈ સામતભાઈ વાડવેલીયાની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.