બેઠકમાં સરકાર તરફથી યોજના વિષે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો મોરબી : લાખો લોકોની સુખાકારી સાથે જોડાયેલ 'રણ સરોવર' યોજના પર પાટીદારરત્ન જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે મંત્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં રણ સરોવર વિષે ચર્ચા-વિચારણા કરાઈ હતી અને સરકાર તરફથી યોજના વિષે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો. સરકાર તરફથી અપાતા પોઝીટીવ અને સન્માનીય એપ્રોચના ભાગરૂપે અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદારરત્ન જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે તા. ૧૮-૦૨-૨૦૨૨ અને તા. ૨૧-૦૨-૨૦૨૨ ના રોજ મનસુખ માંડવીયા (હેલ્થ મીનીસ્ટર), ગજેન્દ્રસિંહ સેખાવત (જલશકિત અને એગ્રીકલ્ચર મીનીસ્ટર–દિલ્હી), કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા મીનીસ્ટર (“આયુષ”- વિભાગ, રાજ્ય મંત્રી) તથા રાજ્યસભાના સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા સાથે ફરી વખત મીટીંગ યોજવામાં આવેલ હતી. આ મીટીંગમાં 'રણ સરોવર' અંગે ઉચ્ચ અધીકારીઓની હાજરીમાં ઉંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને સરકાર તરફથી દરેક બાબતે પોઝીટીવ વ્યુહ આપવામાં આવ્યા હતા. લોકકલ્યાણ અને સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકાર રણ સરોવર માટે પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે. જો યોજનાબદ્ધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓ એ પાણી માટે તરફડિયા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી. 'રણ સરોવર ' યોજના લાખો લોકોના હીત સાથે જોડાયેલ કલ્યાણકારી યોજના છે. જેને વેરાન વગડામાં પણ પાણી દેખાયુ અને તે પણ કદાચ એશીયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બને તેટલું... નર્મદા ડેમ સમાન “રણ સરોવર'ના અદભુત અને લોક કલ્યાણક વિચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ તેમજ દેશના ઘણા તજજ્ઞો ઉચ્ચ પદાધીકારીઓ એ હંમેશા સન્માન અને સર્મથન આપ્યું છે. આ વિશાળ કલ્પનાને વાસ્તવીક સ્વરૂપ આપવા માટે સમય લાગે એ ખુબ જ સ્વભાવીક છે. ગુજરાતમાં 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ જોવામાં તો ઉજ્જડ જમીન છે, પરંતુ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને ગુજરાતના પાટીદારરત્ન એવા સામાજિક કાર્યકર જયસુખભાઈ પટેલની નજરે તેના અનેક ફાયદાઓ જાણવા મળશે. આ ઉજ્જડ જમીનમાં વર્ષ દરમિયાન બે સ્વરૂપ જોવા મળે છે. એક સ્વરૂપ છે આ નિર્જન ઉજ્જડ જમીન જ્યાં જીવનના અસ્તિત્વની કલ્પના પણ કરી શકાતી નથી અને બીજું સ્વરૂપ વરસાદી ઋતુ બાદ લગભગ 3-4 મહિના સુધી પાણીથી છલોછલ ભરેલું આ મીઠા પાણીનું સરોવર. દરિયાની સપાટીથી 3-4 ફૂટ ઉપર સ્થિત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાંથી અનેક નદીઓનું પાણી અહીં એકત્ર થાય છે અને કુદરતી રીતે જ રણમાં સરોવર બને છે. પરંતુ ધીરે ધીરે આ મીઠું પાણી ખારું બની જાય છે, કારણ કે તેમાં દરિયાનું પાણી ભળી જાય છે. વાસ્તવમાં આ આખી જમીન અરબી સમુદ્ર સાથે જોડાયેલ હડકિયા કીર્ક સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે દરિયાનું ખારું પાણી 50 કિલોમીટર સુધી આ મીઠા પાણીના સરોવરમાં ભળી જાય છે અને પછી વરસાદનું એકઠું થયેલું તમામ મીઠું પાણી ખારું થઈ જાય છે અને ધીમે ધીમે આ કિંમતી પાણી દરિયામાં વહી જાય છે. પાણીનો કેટલોક અંશ જમીનમાં ઉતરી જાય છે અને બાકી રહેલુ પાણી બાષ્પીભવન થઇ સુકાઈ જાય છે અને બાદમાં આ જમીન ઉજ્જડ બની જાય છે. આ સમગ્ર જમીન પર વિવિધ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો સાથે વર્ષો સુધી સંશોધન કર્યા બાદ જયસુખભાઈ એક નિષ્કર્ષ પર આવ્યા અને એક એવુ સ્વપ્ન જોયું કે, આ ઉજ્જડ જમીનને ગ્રીન બેલ્ટમાં પરિવર્તિત કરી શકાય છે, કચ્છના નાના રણમાં એકત્ર થતું આ મીઠા પાણીના સરોવરમાં દરિયાના ખારા પાણીને જતા રોકવામાં આવે તો અહીં નર્મદા ડેમ જેટલો વિશાળ પાણીનો જથ્થો સ્ટોર થઇ શકે અને એશિયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બની શકે છે. ગુજરાતનો સૌથી પછાત વર્ગ એવા અગરિયા કામદાર જે કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરે છે. આ લોકોની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમની રોજની આવક ખુબજ નજીવી છે. આ એવા કામદારો છે કે, જેઓ નાના રણમાં છેલ્લા 50 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં રણ સરોવર પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ સરકાર તરફથી અગરિયાઓને ખેતી માટે જમીન મત્સ્યઉદ્યોગ તેમજ પર્યટનના વિશેષ અધિકાર આપવામાં આવે તો તેમની આવકમાં ૬ થી ૭ ગણો વધારો થશે અને ભોજનની સાથે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પણ મેળવી શકશે. કોઈપણ પ્રકારના ટેકનીકલ ચેલેન્જ વગર માત્ર રૂ. ૨૦૦ થી ૩૦૦ કરોડ ના ખર્ચે આશરે એકથી દોઢ વર્ષના સમયમાં જ આ વેડફાઈ જતા પાણીને રોકી શકાય તેમ છે. તેમજ રણ સરોવર કુદરતી રીતે હાથની હથેળી જેવો આકાર ધરાવે છે રણ સરોવરમાં સ્ટોર કરેલ પાણીની ઊંડાઈ આશરે ૪ મીટરથી વધારે નહિ હોવાથી આ પાણી માં ફોર્સ કે તાકાત નહિ હોય તેથી વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવે તો પણ આ પાણી કોઈને પણ નુકશાન કાર્ય વગર દરિયામાં વહી જશે જો રણ સરોવર બનશે તો અનેક અદભુત ફાયદાઓ થશે. (1) જો રણ સરોવર બનશે તો એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે (2) જો રણ સરોવર બનશે તો નર્મદા ડેમ જેટલો વિશાળ પાણીનો જથ્થો સંગ્રહ થશે (3) જો રણ સરોવર બનશે તો લગભગ 10 લાખ લોકોને પીવાનું પાણી અને લગભગ 50 લાખ લોકોને ખેતી માટે પાણી મળી શકે. (4) જો રણ સરોવર બનશે તો લાખો હેક્ટર બંજર જમીનને આખા વર્ષ દરમિયાન પાણીની સુવિધા મળી શકે તેમ છે. (5) જો રણ સરોવર બનશે તો કૃષિ આધારિત ઉદ્યોગોમાંથી હજારો અકુશળ લોકોને રોજગારી મળી શકે (6) જો રણ સરોવર બનશે તો પ્રવાસન ઉદ્યોગો મોટા પાયે વિકાસ પામશે અને તેમાંથી રોજગારમાં ઘણો વધારો થશે. (7) જો રણ સરોવર બનશે તો અગરિયા સમાજને ખેતી, મત્સ્યોદ્યોગ અને પ્રવાસનનો અધિકાર આપી પછાત અગરિયા સમાજની જીવનશૈલીમાં ઘણો સુધારો લાવી શકાય તેમ છે. (8) જો રણ સરોવર બનશે તો ઘુડખરને ખાવા-પીવાનું સરળતાથી મળી જશે અને તે વધુ સુરક્ષિત રહેશે. (9) જો રણ સરોવર બનશે તો આખું વર્ષ પાણી રહે, જેના કારણે ફ્લેમિંગો અને અન્ય વિદેશી પક્ષીઓની સંખ્યામાં ભારે વધારો થાય, કદાચ દેશનું મોટું પક્ષી અભયારણ્ય બની શકે. (10) જો રણ સરોવર બનશે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની તંગી દૂર થશે. (11) જો...