નવલખી રોડ ઉપર સિટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર અમૃતનગર સોસાયટી જવાના રસ્તે એક્ટિવાની ડેકીમાં દારૂ, બિયર છુપાવી વેચવા નીકળેલા બે શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર અમૃતનગર સોસાયટી જવાના રસ્તેથી દિપભાઇ ઉર્ફે દિપો ઘનશ્યામભાઇ કુરીયા, રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર રામ પાન વાળી શેરી અને શાહીલ અયુબભાઇ માણેકીયા, રહે-મોરબી રણછોડનગર રવિરાજ ચક્કી શાંતિવન સ્કુલ પાસે વાળા એક્ટિવા લઈને નિકળા હોય એક્ટિવાની તલાશી લીધી હતી. બન્નેના કબજા વાળા એક્ટિવાની તલાશી દરમિયાન એક્ટિવાની ડેકીમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેકડોવેલ નંબર-1ની બોટલો નંગ-3, કિંમત રૂ.1125 તથા કિંગફીશર બીયર ટીન નંગ-2 કિંમત રૂ.200 તેમજ એક્ટિવા કિંમત રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 41,325નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.