મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં ભરબપોરે બનેલી ઘટના, અનેક દુકાનદારોને પણ જાનથી પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના નહેરૂ ગેઈટ શાકમાર્કેટ પાસે ભરચક્ક વેપારી વિસ્તારમાં બેફામ ગાળા ગાળી કરી રહેલ ઢીંગલી તરીકે ઓળખાતા શખ્સને વેપારીએ દુકાન પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ ઢીંગલીએ છરી વિંઝવાનું શરૂ કરી વેપારીને ઇજા પહોચાડી આજુબાજુના દુકાનદારોને જાનથી પતાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે બે વાગ્યાના સુમારે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં શાકમાર્કેટ નજીક આવેલી રાજ રેડીમેઈટ નામની દુકાન પાસે હુશૈન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સીપાઈ રહે. મોરબી સીપાઈવાસ વાળો ગાળા ગાળી કરતો હોવાથી દુકાન માલિક સૈફુદીનભાઈ અબ્દુલહુશૈનભાઈ ભારમલ, ઉ.65 રહે. નાની બજાર ત્રીકમરાયના મંદીરની પાસે મોરબી નામના વૃદ્ધે અપશબ્દો નહિ બોલવા કહ્યું હતું. વયોવૃદ્ધ વેપારીએ હુશૈન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સીપાઈને ગાળો બોલવાની ના પાડતા જ ઢીંગલી ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમા આડેધડ છરી ફેરવી સૈફુદીનભાઈને જમણા પગની પેની પાસે છરીથી ઈજાઓ કરી આજુબાજુની દુકાન વાળા માણસોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ઇજાગ્રસ્ત સૈફુદીનભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઢીંગલી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..