હડમતીયા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જાહેર ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામના નવનિયુક્ત સરપંચ સોનલબેન રાણસરીયા એ ગામમાં સરકારી જગ્યામાં દબાણ ન કરવા બાબતે નોટીસ જાહેર કરી છે. હડમતીયા ગ્રામ પંચાયતે નોટિસ જાહેર કર્યા મુજબ તા. 25 ફેબ્રુઆરીથી હડમતીયા ગામમાં પંચાયતની માલિકીની જગ્યા, સરકારી જગ્યા અને જાહેર રોડ-રસ્તા પર કે જ્યાં ગ્રામજનોને અવરજવરમાં નડતરરૂપ હોય, તેવા સ્થળે ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વિના દબાણ કરવું નહીં. જો ગેરકાયદેસર દબાણ કરવામાં આવશે તો તેની જવાબદારી દબાણકર્તાની રહેશે. તેમજ ગેરકાયદેસર દબાણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા ગ્રામજનોને જણાવાયું છે.