મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી 27,100નો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના લીલાપર ગામે નળીયા કારખાનામાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈ રૂ.27,100નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એલ.પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને મળેલ બાતમી આધારે પીએસઆઇ વી.જી.જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફે મોરબી તાલુકાના લીલાપર ગામની સીમ, રામાપીરના મંદીર સામે, લીલાપર ટાઇલ્સ નામના નળીયાના કારખાનાની વિનોદભાઇ ઉર્ફે ભીખાભાઇ પુંજાભાઇ પરમારની કબ્જા ભોગવટાવાળી ઓરડીમાં દરોડો પાડતા જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન વિનોદભાઇ ઉર્ફે ભીખાભાઇ પુંજાભાઇ પરમાર, ભરતભાઇ છગનભાઇ ટીંટીયા, કિશોરભાઇ પ્રેમજીભાઇ પરમાર, હસમુખભાઇ ભવાનભાઇ રાઠોડ અને અજયભાઇ બાબુભાઇ સાગઠીયા રોકડા રૂપિયા 27, 100 સાથે ઝડપાઇ જતા પોલીસે પાંચેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. આ સફળ કામગીરી પીએસઆઇ વી.જી.જેઠવા, પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, પો.કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા તથા રવિભાઇ કીડીયા દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..