ચોથા વર્ગના 15 કર્મચારીઓની બદલી કરાતા મહિલા કર્મીએ ચીફ ઓફિસર સાથે અભદ્ર વ્યવહાર કર્યો, સસ્પેન્ડ કરી તપાસના આદેશ મોરબી : મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસરે વર્ષોથી ચીટકી રહેલા ચોથા વર્ગના કર્મચારીઓની અસરપરસ બદલીનો ધાણવી કાઢતા એક મહિલા કર્મચારી ભારે નારાજ થઈને ચીફ ઓફિસર સામે બંડ પોકાર્યું હતું.મહિલા કર્મીએ ચીફ ઓફિસર સામે અભદ્ર વ્યવહાર કરતા ચીફ ઓફિસરે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આથી મહિલા કર્મીએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે મામલો સાંભળી લીધો હતો. મોરબી નગરપાલિકા નવ નિયુકત ચીફ ઓફિસરે ખાસ કરીને પટાવાળા સહિતના કર્મચારીઓ એકને એક જગ્યાએ ચીટકી રહ્યા હોવાથી ચોથા વર્ગના 15 કર્મચારીઓની અરસ પરસબદલી કરી નાખી હતી. 15 જેટલા પટાવાળાની અરસપરસ બદલીને હુકમ થતા ચીફ ઓફિસરની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મહિલા કર્મી સોનલબેને પોતાની પવડી વિભાગમાં થયેલી બદલી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ મહિલા કર્મીએ ચીફ ઓફિસર સામે અભદ્ર ભાષાના ઉપયોગ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. આથી ચીફ ઓફિસરે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આથી ઉશ્કેરાયેલા મહિલા કર્મીએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણ થતાં પોલીસે દોડી જઇ મામલો સાંભળીને મહિલા કર્મીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..