મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો મોરબી : મોરબી નગરપાલિકા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ઠાકોર મહાદેવજી સવજીભાઈનું પાલનપુર નગરપાલિકા ફાયરબ્રિગેડમાં જમાદારની પોસ્ટ મળતા મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. મોરબીમાં માળીયા ફાટક પાસે જય વેલનાથ મંદિર ખાતે મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા મોરબી નગરપાલિકા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ઠાકોર મહાદેવજી સવજીભાઈ (રાધનપુર)નું પાલનપુર નગરપાલિકા ફાયરબ્રિગેડમાં જમાદાર પોસ્ટમાં સિલેક્ટ થતાં તેઓનું સન્માન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજના પ્રમૂખ જગદીશભાઈ બાંભણીયા, તુલશિભાઈ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેસરિયા, મનુભાઇ ઉપસરિયા, વિષ્ણુ મજેઠીયા, ભરતભાઈ પરમાર, મયૂર બાબરીયા, યોગેશ ઠાકોર, જયદિપ ઝંઝવાડીયા, જયંતિભાઈ ઘાતીલીયા હજાર રહ્યા હતા. અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભકામના પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..