પોલીસે 10,200ની રોકડ કબ્જે કરી કરી કલા નામના આરોપીનું નામ ખોલાવ્યું હળવદ : હળવદમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વરલી મટકાનો બેફામ ધંધો કરતા જલા નામના શખ્સને રૂપિયા 10,200ની રોકડ સાથે પકડી પાડી આંકડાની કપાત કરનાર કલા નામના આરોપીનું નામ ખોલવવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ લક્ષ્મી નારાયણ ચોક નજીક આવેલી ભારત ગેસ એજન્સીની બાજુની ગલીમાં મોચીકામ કરતા આરોપી જયેશ ભાઇ ઉર્ફે જલો મગનભાઇ વાઘેલા મોટા પાયે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જલાને રૂપિયા 10,200ની રોકડ રકમ અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપી જયેશ ઉર્ફે જલાએ વરલી મટકાની કપાત ક્લો ગુલામહુસેન રહે. હળવદ વાળા પાસે કરવાતો હોવાની કબૂલાત આપતા પોલીસે કલાને ફરાર જાહેર કરી આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.