માળીયા (મી.) કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત માળીયા (મી.) : માળીયા (મી.)માં જમીન વિકાસ બેંક પુનઃ સ્થાપિત કરવાની માંગ સાથે માળીયા (મી.) કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે માળીયા શહેરના મધ્યમાં જમીન વિકાસ બેંકની સ્થાપના કરવામાં આવી હતી.જે 2001ના વિનાશક ધરતીકંપમાં નાશ પામી હતી.તેનું પુનઃનિર્માણ કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.આમ છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા હતા.બેંક કર્મચારીઓને અપડાઉન ન કરવું પડે એ હેતુથી મોરબી શહેરના મધ્યમાં મોરબી તાલુકા અને માળીયા તાલુકાની સંયુક્ત મકાન બનાવી જમીન વિકાસ બેંકને સ્થાપિત કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે.જેથી ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. 2001ના વિનાશક ધરતીકંપમાં માળીયા શહેરના મધ્યમાં આવેલ દરબારગઢમાં જમીન વિકાસ બેંક સ્થાપિત હતી.જે મકાન નાશ પામતા અને સમય વિત્યા બાદ ફરીથી માળીયા તાલુકા મથકે જમીન વિકાસ બેંકને સ્થાપિત કરવા નામી-અનામી આગેવાનો દ્વારા અસંખ્ય રજૂઆતો કરવામાં આવેલ હતી.તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં પણ આ બાબતે અવાર-નવાર રજુઆત કરેલ હતી.પરંતુ જમીન વિકાસ બેંકના અધિકારીઓ અને ડિરેક્ટરોએ બેંક કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને નજર અંદાઝ કરેલ હતી. વિશેષમાં ફક્ત 7 કે 8 કર્મચારીઓએ અપડાઉન ન કરવું પડે તેવા ખરાબ હેતુસર માળીયા તાલુકાના 30 થી 40 હજાર ખેડૂતોના ભોગે અને ખેડૂતોને બાનમાં લેવાના બદઈરાદા સાથે અધિકારીઓ અને બેંકના ડિરેક્ટરોએ સાંઠગાંઠ કરીને ખેડૂતોને હેરાન કરવા માટે મોરબી શહેરના મધ્યમાં મોરબી તાલુકા અને માળીયા તાલુકાની સંયુક્ત મકાન બનાવી જમીન વિકાસ બેંકને સ્થાપિત કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે.ત્યારે ભાજપના કેટલાક લોકો દ્વારા ધ્યાન દોરીને આ બાબતે રજૂઆત કરવા જણાવેલ હતું.ત્યારે જમીન વિકાસ બેંકના મસમોટા અને તગડા પગાર લેતા કર્મચારીઓના હિતને ધ્યાને ન લેતા માળીયા તાલુકાના સામાજિક,શૈક્ષણિક અને તદ્દન આર્થિક રીતે પછાત એવા અને વર્ષોથી અન્યાય પીડિત અને સતત વિકાસ જંખી રહેલ જનતા અને ખેડૂતોના હામી બની તેમના લાભ અને હિત અર્થ જનહિતમાં નિર્ણય લેવા અને માળીયા તાલુકા મથકે જમીન વિકાસ બેંકને સ્થાપિત કરાય તેવો તાત્કાલિક આદેશ કરવા માળીયા મીયાણા શહેર કોંગ્રસ સમિતિના પ્રમુખે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરેજાને અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..