મોરબી : આવતીકાલે મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવનાર છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતના લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા હોઈ અને પોતાને નોકરી મળે તેવા ઉદ્દેશ્ય સાથે દિવસ-રાત જોયા વગર મહેનત કરે છે અને તેની પરીક્ષા લેવાતી નથી, લેવાય છે તો અનેક કોભાંડો થાય છે અને યુવાનોની આ દુર્દશા જોઈ સરકાર મોઢું ફેરવી રહી છે ત્યારે આવતીકાલે જ્યારે મોરબીમાં ગુજરાતનાં મુખ્યપ્રધાન આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપવા તેમજ આ બહેરી અને મૂંગી સરકારને જગાડવાનાં ભાગરૂપે આવતીકાલે ઢોલ-નગારા સાથે જઈ વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરાશે અને ગેરરીતિ થઈ રહી છે, તેનો કાળા ધ્વજ સાથે જઈ વિરોધ કરાશે, તેમ પૂર્વ પ્રમુખ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ સદસ્ય મોરબી જીલ્લા પંચાયતના મુકેશભાઈ ગામીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..