ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામમાં હજરત પીર કેશરઅલીડાડાના ઉર્ષ નિમિત્તે શુક્રવારે લોકડાયરાનું આયોજન કરવામાં આવનાર છે. હિરાપર ગામમાં પટેલ સમાજ વાડી પાછળ પીરબાપાની જગ્યા ખાતે હજરત પીર કેશરઅલીડાડાના ઉર્ષ નિમિત્તે સોહરવદી પરિવાર દ્વારા આગામી તા. 25ને શુક્રવારે રાત્રે 9 કલાકે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો પૂજાબેન ચૌહાણ અને સોહીલભાઈ મીર ભજનની પ્રસ્તુતિ કરશે. વધુ વિગત માટે 63514 61168 પર સંપર્ક કરી શકાશે. આ કાર્યક્રમમાં હિંદુ-મુસ્લિમ ધર્મના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.