હળવદ : કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલ રાજયકક્ષાની લેખન સ્પર્ધા અને કાવ્યગાનમાં હળવદની શાળા નં-4ના બાળકો ઝગમગ્યા હતા. કલા ઉત્સવ અંતર્ગત આજે યોજાયેલ રાજ્યકક્ષાની લેખન સ્પર્ધામાં શાળા નંબર-4 હળવદની બાળા પઢીયાર મીનલબા ઇન્દ્રવિજયસિંહે નવસારી ખાતે ભાગ લીધો હતો.તેણીએ GECRT નાયબ નિયામક ડો.દર્શનાબેન જોશીના હસ્તે સિલ્ડ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું તથા અન્ય એક રાજ્યકક્ષાની કાવ્યગાન સ્પર્ધામાં શાળા નંબર-4 હળવદના બાળ કલાકાર ગૌરવ રાઠોડે ગાંધીનગર ખાતે ભાગ લઇ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.આ તકે બંને બાળકોને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.