જીરું, રાયડો, મેથી, ચણા અને ઘઉંનો પાક તૈયાર થતા ખેડૂતોને મળતા સારા ભાવ મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા ઘઉં, રાયડો, જીરું, મેથી,ચણા સહિતની જણસો ઠાલવવાનું ખેડૂતોએ શરૂ કર્યું છે. જો કે, જીરુંના ભાવ સરેરાશ રહેવાની સાથે રાયડાના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની ધીમી ગતિએ આવક શરૂ થવા પામી છે જે અન્વયે સોમવારના રોજ 200 કવિન્ટલ ઘઉં, 70 કવિન્ટલ જીરું, 36 કવિન્ટલ ધાણા, 145 કવિન્ટલ રાઈ, 103 કવિન્ટલ ચણા, 147 કવિન્ટલ રાયડો અને 2 કવિન્ટલ નવી સિઝનની મેથીની આવક નોંધાઈ હતી. હાલમાં મોરબી યાર્ડમાં ખેડૂતોને નવા ઘઉંના 396થી 500 રૂપિયા પ્રતિમણ, ચણાના 746થી 906, રાયડાના 1150થી 1250, રાઈના 905થી1211, જીરુંના 2450થી 4070 સુધીના ભાવ મળી રહ્યા હોય ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.