હળવદ પોલીસે ખાણખાણીજનો મેમો ફટકાર્યો હળવદ : હળવદ પંથકમાં રેતમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે દિવસ - રાત થતી રેતીચોરી ડામવાના ભાગરૂપે ગઈકાલે હળવદ પોલીસે વેગડવાવ નજીકથી ખનિજચોરી મામલે ઓવરલોડ આઈવા ડમ્પરને ઝડપી લઈ ખાણખનિજનો મેમો આપતા રેત માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગઈકાલે વેગડવાવ ફાટક નજીકથી રેતીની ખનીજ ચોરી કરી ઓવરલોડ ચાલતા જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમારની માલિકીના જીજે- 36 - વી - 5065 નંબરના આઈવા ડમ્પર સાથે ચાલક વિપુલ કમલેશ નામના શખ્સને ઝડપી લીધો હતો અને બાદમાં રેતીની ગાડીનો વજન કરાવી ઓવરલોડ મામલે ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટેનો મેમો ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રેઢા પળ સમાન હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખ મિચમણા જેવી નીતિને કારણે ખનિજચોરો અને ખાસ કરીને રેતીચોરી કરતા રેત માફિયા બેફામ બન્યા છે ત્યારે હળવદ પોલીસે ગઈકાલે સપાટો બોલાવી એક ગાડી પકડી પાડતા જ રેતીચોરીમાં સંડોવાયેલ ડમ્પર ભો ભીતર થઈ ગયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..