મોરબી : મોરબી તાલુકાના વિસ્તારોમાં આગામી તા. 23 અને 2ના રોજ વિજ પુરવઠો બંધ રહેવાની નોટીસ ગેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબીમાં 66 કે.વી. જેતપરમાંથી નિકળતા 11 કે.વી. રાપર, સિતારામ, જેતપર, જીવાપર, ઘાટીલા, ચકમપર, ગાળા, સેગમ, રોટોન, સોલોગ્રેંસ, આલ્ફાંન્સો, લિસ્પિન, આર્ટ, લૅપોનો, રેક્ષમાં આગામી તા. 23ને બુધવારે તેમજ 66 કે.વી. નીચી માંડલમાં આગામી તા. 2 માર્ચને બુધવારે સવારે 8થી સાંજે 6 કલાક દરમિયાન સબ સ્ટેશન તથા લાઇનનું અગત્યનુ સમારકામ કરવાનું હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વિનાવીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે જેની નોંધ લેવા ગ્રાહકોને કાર્યપાલક ઇજનેર (પ્રવહન), વિભાગીય કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..