નવા ચૂંટાયેલા સરપંચનોને મંત્રીના હસ્તે સન્માનિત કરાયા માળીયા મી. : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે નવી મંજુર થયેલ ગ્રામ પંચાયતનું આજે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ખાતમુહર્ત કરાયું હતું.તેમજ નવનિયુક્ત સરપંચના સન્માન સમારોહ પણ યોજાયો હતો માળીયા મી. તાલુકાની જુના ઘાંટીલા ગ્રામ પંચાયત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય તેને નવીનીકરણ માટે રજૂઆતો કરવામાં આવતા 14 લાખના ખર્ચે નવી પંચાયત મંજુર થતા પંચાયત મંત્રીના હસ્તે ખાત મૂહર્ત કરવામાં આવ્યું હતું માળીયાના જુના ઘાંટીલા ગ્રામ પંચાયતનું ગઇ કાલે તા. 20 ના રોજ નવી પંચાયત મકાનનું મોરબી- માળીયા ના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું . આ તકે મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં એક પણ પંચાયત જર્જરિત નહી રહે,આ નવી બનનાર પંચાયત આધુનિક અને સવલતો સાથેની બનશે સાથે તાજેતરમાં ચૂંટાય આવેલ નવ નિયુક્ત સરપંચોનો સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી તેમજ મહાનુભવોને ટ્રેક્ટરમાં બેસાડી ગ્રામજનો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા,ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયા, કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા,માળીયા તાલુકા પ્રમુખ રમેશભાઈ રાઠોડ,જુના ઘાંટીલાના સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..