મોરબી: મોરબીમાં સાત વર્ષના રૂદ્રએ પોતાના જન્મદિન તથા મમ્મી-પપ્પાના લગ્ન વર્ષગાંઠની નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજી અનોખી ઉજવણી કરી હતી. આ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરી રહ્યો છે. ડોક્ટર હસ્તીબેનની મદદથી રુદ્રના માતા-પિતાએ પોતાના લગ્નની વર્ષગાંઠ અને પુત્રના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પ યોજી ઉત્કૃષ્ટ સમાજસેવા કરી છે. એક દિવસીય નિદાન કેમ્પ વાનાડીયા ગામમાં યોજાયો હતો. જેમાં આજે ડોક્ટર હસ્તીબેને 110 દર્દીને તપાસીને દવા આપી હતી. તો કેતન મહેતાએ 70 દર્દીઓનું બીપી ચેકઅપ કર્યું હતું. ડોક્ટર સુરેશભાઈએ 55 દર્દીઓને આંખ તપાસીને જરૂરી સારવાર કરી હતી. આ ઉપરાંત ઓમ લેબના સહદેવસિંહ ઝાલા દ્વારા 67 જેટલા દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રીમાં કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રલેખાબેન, રશ્મિભાઈ, રુચિતાબેન, કોઠારીભાઈ, જીગર ભટ્ટ, સરપંચ અબદુલભાઇ સુમરા તથા હુસેનભાઇ સુમરાએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..