કુંભ મેળામાં પાખંડખંડન પતાકા,આત્મનિરીક્ષણ,કિંમતી વસ્ત્રોનો ત્યાગ,અવધૂત રૂપે ઉપદેશ અને પહેલો વહેલો શિષ્ય ૭ માર્ચ ૧૮૬૭ ને ગુરૂવારે દયાનંદ થોડા બ્રહ્મચારી અને સન્યાસી સાથે હરદ્વાર ખાતે કુંભના મેળામાં પહોંચ્યા.અહિ કિડીયારૂ માફક ઉભરાયેલી માનવ મેદની નગ્ન સાધુઓ અખાડા સંતો ધર્માધીપતીઓ અગાઉ યોજાયેલા મેળામાં નિહાળી ચુક્યા હતા એટલે એ સમયનું સપ્ત સરોવર નજીક હાલે મોહન આશ્રમ વાળી જગ્યા પર ડેરાતંબુ તાણીને રાવટી ઉપર પાખંડખડ ધ્વજા પતાકા લહેરાવી દીધો.હવે તો પુર્ણ રૂપથી ભારત ભ્રમણ કરી ગામો ગામનું પાણી પી આર્યાવર્તના અજ્ઞાનતાને નજીકથી નિહાળી ચુકેલા દયાનંદ કુંભના મેળામાં હિન્દુ સમાજ અને એના કહેવાતા ઠેકેદારને ઉધાડા પાડવાના છે. અહિ એક વાત વચ્ચે કરી દઉ આપણા જાણીતા લેખક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઋષિના કુંભમેળાની ધટના અંને દયાનંદના જીવનના કાર્ય અંગે ઝંડાધારી નામ આપી ૧૯૨૬માં એક પુસ્તક પણ લખ્યું છે. આ વાતના જાણકાર વ્યક્તિ એ જણાવ્યું હતું કે શતાબ્દી મહોત્સવ વખતે રાજકોટના ઋષિ ભક્ત મેધાણીના પરમ મિત્ર હતા અને મેધાણી પણ જુનુ જાણવાના શોખીન હોય જીવન ચરિત્ર વાચી ખુબ પ્રભાવિત થયા હતા. કુંભ મેળામાં પાખંડખંડન પતાકા લહેરાવવાના મુળમાં ભારત ભ્રમણ હતું અને એ સમયે સ્વામી દયાનંદ સરસ્વતીએ નિહાળેલુ ટુકાણમાં કહુ તો લગભગ એકાદ બે જગ્યા બાદ કરતા બધી જગ્યાએ અજ્ઞાન અને અંધકાર જ અથડાયા.સાચું જ્ઞાન ક્યાંય જોયું નહીં,ક્યાંય સાચા યોગી કે મહાત્મા ભાળ્યા નહીં. ઠેર ઠેર દંભ,પાખંડ અને વિલાસમાં રચ્યાપચ્યા રહેનારા,સામાન્ય માણસોથી યે ઉતરતી શક્તિ ધરાવનારા સાધુઓને જગ્યાઓ સ્થાપીને અને મઠો નાખીને ગુરૂને ઉંચે સિંહાસને ચડી બેઠેલા જોયા.તેણે હિન્દુ સમાજમાં ધર્મને નામે રૂઢિઓનું સામ્રાજ્ય વર્તતું નિહાળ્યું.હિન્દુનું નૈતિક,માનસિક અને શારીરિક-સર્વવિધ પતન નીરખ્યું.જ્ઞાનપ્રેમને અને કલાવ્યાસંગને સમાજમાંથી સાવ ભૂંસાયેલાં ભાળ્યાં.બાળલગ્નની ભઠ્ઠીમાં હજારોની સંખ્યામાં હોમાઈ જતાં હિન્દુ કોમનાં આશાસ્પદ બાળ-બાળકીઓ,ચિત્તા ઉપર ચડી પ્રતિદિન જીવતી સળગી મરતી હિન્દુ સતીઓ,ચાકરડી અને ગુલામડીની અધમ અવદશામાં હિન્દુ ઘરમાં સડતી સાવિત્રિ અને સીતાની વારસદાર હિન્દુ નારી અને હિન્દુ કોમનું કલેવર કોરી રહેલા કુસંસ્કારો અને કુરીવાજોનું સામ્રાજ્ય જોયું. આ ઉપરાંત,આખા દેશમાં દાસત્વ અને દીનતા,પરાધીનતા અને પામરતાનું જ દર્શન કર્યું દયાનંદે એના રઝળપાટમાં આર્યાવર્તની ગરીબી અને દરિદ્રતાનો પણ પૂરો પરિચય થયો.એણે,એકના એક પુત્રના શબને અગ્નિદાહ દેવાના પૈસા ન હોવાને કારણે એ શબને ગંગામાં વહેતું મૂકી દેનારી અને એ મૃતદેહ ઉપરથી છેલ્લો લુગડાનો ટુકડો પણ પાછો ઉતારી લેનારી દરિદ્રતા હિન્દુ કોમમાં ભાળી.એણે, મુઠી અનાજ ન મળવાને કારણે એક જ વખત ખાવાનું પામતી અને કેટલીક વખત તો દિવસો સુધી ભૂખના કડાકા વેઠતી,કલ્પનામાં પણ ન ઉતરે એવી બેહદ કંગાલીયત જનતા જોઇ.સાથે સાથે એણે આંખો મીંચીને અવળે માર્ગે લક્ષ્મીનો દુર્વ્યય કરનારા વિલાસી જયચંદો માલેતુજાર જોયા. દયાનંદ સરસ્વતીએ શુદ્રોને સતાવતા બ્રાહ્મણો જોયા.એણે ગરીબોને કચડતા શ્રીમંતો જોયા અને એણે એ બધાને પોતાની વજ્રએડી નીચે ચગદી નાખતી પરદેશી સત્તાનું પણ પરિબળ જોયું.એણે માનવકલ્યાણ અને બંધુસેવાનો સાચો વેદધર્મ ચૂકી,આ જિંદગીને જંજાળ મનાવતા અને પર જિંદગીની-મુક્તિની સાધનાને જ સાચો જીવનહેતુ સમજાવનારા વેદધર્મના અર્ધસત્ય અર્થો સાંભળ્યા.દેશને દરવાજે આક્રમણકારી દુશ્મનોના તોપના ગોળાઓ સાંભળતાં છતાંયે, દેશરક્ષા અર્થે કેસરીયા વાઘા સજવાનો ધર્મ ચૂકી વેદધર્મ ઉપર વિવાદ ચલાવવામાં જ રચ્યાપચ્યા રહેનારા અને દુશ્મનને સુખેથી દેશ જીતી લેવા દેતા હિન્દુ રાજાઓ અને હિન્દુ લડવૈયાઓની દુઃખકથા પણ બળતે હૃદયે એણે સાંભળી.દયાનંદે હિન્દુસ્તાનની આઠે દિશામાં,હિન્દુ જીવનના એકે એક માર્ગમાં અમાસની અંધારી રાતનો ઘોર અંધકાર વ્યાપેલો જોયો. આ બધું નિહાળ્યા બાદ કુંભના ધર્મમેળામાં આ કુંભ એટલે તો લોકજીવનનો અરિસો ત્યાં લોકજીવનનું આબેહુબ દર્શન થાય. દયાનંદે ભ્રમણ વખતે ઓછુ હતું.તે કુંભમેળામાં હિન્દુના અધઃપાતનું બરાબર દર્શન કર્યું.એ જોઈને એને પારાવાર ગ્લાનિ થઇ.એણે કુંભમેળામાં યોગનું નામ સરખું યે ન જાણનારા યોગીઓ જોયા, નિર્મળ ચારિત્ર્યની દાંડી પીટાવનારા સાધુઓને મલીન અને ચારિત્ર્યહીન ભાળ્યા,મંત્રોના મુખપાઠથી આકાશ ગજાવનારા પંડિતોને સાવ પડિતાઇ શૂન્ય અવલોક્યા,ગુરૂઓને અને ગાદીપતિઓને ઠગારાઓ અને ધૂર્તો દેખ્યા,અને એ બધાની સત્તા નીચે કચડાતા લોકોને નિર્બળ અને માયાકાંગલા નિહાળ્યા.હિન્દુસમાજની એ અવદશા ઉપર દયાનંદજીના નેત્રોમાંથી અશ્રુધારા ચાલી. દયાનંદને પ્રતીતિ થઈ કે હિન્દુસમાજના પાયા ખોદી રહેલા આ દાનવો સામે ઝઝુમવાને હજી વધારે મોટી તૈયારીઓની જરૂર છે.દયાનંદે એ તૈયારી માટે એકાંતવાસ સેવવા અને હજી યે આકરી તપશ્ચર્યા કરી વધારે શક્તિશાળી બની બહાર પડવા નિશ્ચય કર્યો.દયાનંદએ પોતાના શિષ્યોને વિખેરી નાંખ્યા,અંગ ઉપરનાં વસ્ત્રો ઉતારીને ગરીબોને વહેંચી દીધાં મહાભાષ્યનું એક પુસ્તક એક સુવર્ણ મુદ્રા,એક મલમલનો તારો મથુરા ગુરુની સેવામાં મોકલી આપ્યા અને સ્વયં શરીર ઉપર લંગોટ ધારણ કરી અંગ ભભુત લગાવી અવધૂત પરમહંસના સ્વરૂપ ધારણ કર્યું અને સર્વેમેધ યજ્ઞ પુર્ણ કરો એ સમયના કૈલાસ પર્વતે ત્યાગ બાબતે પુછતા ઋષિએ જણાવ્યું કે હું મારી ન્યૂનતમ આવશ્યકતા માટે અન્ય ઉપર આધાર રાખીશ ત્યા સુધી પૂર્ણ સ્વતંત્રતા પાપ્ત થવાની નથી.આથી નિદ્રર્ન્રદ્ર બનવુ અતી જરૂરી છે નુ જણાવ્યું હતું. અહીંથી પરમહંસ અવધૂત રૂપ ધારણ કરી ઉપદેશ અર્થે નિકળી ગયા અને આવી પહોચ્યા શુક્રતાલ,મીરાપુર,પરીક્ષિતગઢ,ગઢમુકતેશ્રવર,કર્ણવાસ (અહિના નિવાસી પંડિત ટીકારામ દયાનંદ સરસ્વતીના પહેલા શિષ્ય બને છે).પછી ફરૂખાબાદ,અનૂપ શહેર આવ્યા.આ શહેરોમાં ભ્રમણ દરમિયાન ગાયત્રીમંત્ર યજ્ઞોપવીત સંસ્કાર એના ફાયદા સહિતના વિષયો ઉપર સ્વામી પ્રકાશ પાડી ધર્મ જીજ્ઞાસુને આકર્ષક જગાવે છે અને ઋષિનો વેદીક પ્રચાર પુર જોશમાં આવી જાય છે.હજારો લોકો ઉપદેશ સાંભળવા શંકા સમાધાન માટે અને હા જો કહેતા તો ભુલી ગયો મુર્તી પુજન ભાગવત ખંડન અને મનુષ્ય કુર્ત ગ્રંથનો વિરોધ શ્રાધ્ધ કંઠી માળા મણકા...