મોરબી : મોરબીમાં દિવસેને દિવસે તસ્કરો તરખાટ મચાવી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રીના મોરબીના ઔદ્યોગિક રોડ પીપળી- જેતપર રોડ પર બે મિનરલ્સ ફેક્ટરીની ઓફિસના તાળા તોડી તસ્કરો રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. મોરબીમાં તસ્કરોની રંજાળ વધી રહી છે ત્યારે દરરોજ કોઈને કોઈ જગ્યાએ ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે મોરબીના ઔદ્યોગિક ઝોન ગણાતા પીપળી જેતપર રોડ પર આવેલ પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્કાયવિંગ મિનરલ્સ અને અન્ય એક મિનરલ્સની ફેકટરીની ઓફિસના ચાર થી પાંચ જેટલા તસ્કરો ઓફિસના તાળા તોડી રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હોવાની વિગતો સાપડી રહી છે.