એલસીબી ટીમે નવા બસસ્ટેન્ડ પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં તપાસ લંબાવી મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ઉમિયા માર્કેટમાંથી બિયરના 312 ડબલા સાથે ભાર્ગવ નામના શખ્સને ઝડપી લીધા બાદ તપાસ લંબાવી નવા બસસ્ટેન્ડ પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં દરોડો પાડી કલ્પેશ નામના આરોપીને બિયરના 24 ડબલા સાથે ઝડપી લીધો હતો. મોરબી એલસીબી ટીમ દ્વારા નવા બસ સ્ટેશન પાછળ ચિત્રકુટ સોસાયટીમાં રહેણાંકમાં દરોડો પાડી કલ્પેશભાઇ ધીરૂભાઇ પરમારને બિયરના 24 ટીન કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી કલ્પેશે બિયરના આ ડબલા ભાર્ગવ સુધીરભાઇ ઉર્ફે સુખાભાઇ વીઠલાપરા, રહે.મોરબી વાવડીરોડ કબીરધામ પાસે, ભકિતનગર-૨ સોસાયટી વાળા પાસેથી ખરીદ કર્યા હોય એલસીબી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.