મોરબી : સમગ્ર શિક્ષા કચેરી પ્રેરિત 'વાંચન અધ્યયન ઉત્સવ' અંતર્ગત સી.આર.સી.તાલુકા શાળા નંબર-૧ ખાતે પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ફૂલસ્કેપ ચોપડો અને બોલપેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શિક્ષા કચેરી,મોરબી પ્રેરિત 'વાંચન અધ્યયન ઉત્સવ' અંતર્ગત સી.આર.સી.તાલુકા શાળા નંબર-૧ની 'પુસ્તક વાચક સ્પર્ધા' તા.૧૯ને શનિવારના રોજ લખધીરવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગઈ.આ સ્પર્ધામાં તાલુકા શાળા નંબર-1ની શાળાઓના શાળા કક્ષાએ ધોરણ ૬ થી ૮માં પસંદગી પામેલ કુલ ૨૪ વિદ્યાર્થીઓએ અને ધોરણ 9ના એક વિદ્યાર્થી અને ધોરણ 11ના એક વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ 'પુસ્તક વાચક સ્પર્ધા'માં તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે ધોરણ ૬ માંથી તાલુકા શાળા નંબર-૨ની વિદ્યાર્થિની કાજી મુસ્કાન રસીદભાઈ ધોરણ ૭માંથી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળાના વિદ્યાર્થી સુંદરીયા શુભમ પ્રકાશભાઈ,ધોરણ ૮ માંથી લખધીરવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ધરા તુષાર તરુણભાઈની પસંદગી કરવામાં આવી હતી.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર કાંતિલાલ માનસેતા,સંજયભાઈ બાપોદરિયા અને જલ્પેશભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ અને બાળકોને આગળની કક્ષાએ ઉપયોગી બને એવું માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સી.આર.સી. કો-ઓર્ડિનેટર સંદીપભાઈ આદ્રોજાએ અભિનંદન પાઠવી ફૂલસ્કેપ ચોપડો અને બોલપેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર બધા વિદ્યાર્થીઓને સી.આર.સી.કો- ઓર્ડિનેટર સંદીપભાઈ આદ્રોજાએ શુભેચ્છાઓ પાઠવી હતી. લખધીરવાસ શાળા પરિવાર તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને 'સાચી જોડણી લાગે વહાલી' પુસ્તિકા અને બોલપેન ભેટ આપવામાં આવી હતી.સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો.આ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા લખધીરવાસ પ્રાથમિક શાળાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.