હળવદ : ઉનાળાના આગમનની ગણાતી ઘડીઓ વચ્ચે હળવદ પંથકમાં બુટલેગરને ઉનાળો આવી ગયો હોય તેમ વોડકાના 15 ચપલા સાથે ઝડપાઇ જતા પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકાના રણમલપુર ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે વાડી વિસ્તારમાં દરોડો પાડી નરેશભાઈ નાનજીભાઈ રાઠોડને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર વાઈટ લેસ વોડકાના 180 મીલીના ચપલા નંગ -15 કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..