મૂર્તિપૂજાનું ખંડન, સંધ્યા નામક પ્રથમ પુસ્તક લખ્યું, વિધર્મી સાથે સંવાદ, ગુરૂ સાથે અંતિમ મેળાપ ટંકારા : ગુરુ પાસેથી આજ્ઞા લઈ નીકળી ને જે પ્રતિજ્ઞા લીધી છે તેને પૂરી કરવા માટે ચરિત્ર નાયકે શ્રીકૃષ્ણ મથુરા મુકી દ્રારકા આવે છે એમ દયાનંદ અહીંથી આગ્રા પ્રસ્થાન કરે છે અને સમાજ સુધારા કાર્યનો પ્રારંભ કરે છે. ગુરૂ વિરજાનંદ પાસે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગમાં લાવી સમાજ સુધારા કરવાનો પરંતુ એ પુર્વે પ્રચંડ પુરુષાર્થ થકી રોગી દેશની અવદશાનુ અવલોકન કર્યું. સૌ પ્રથમ આપણા મહર્ષિ એ 'ઇશ્વરના સત્ય સ્વરૂપ પ્રગટ કરીને મુર્તીપુજાનુ ખંડન કર્યું.' આમ પણ મૂળશંકરે ટંકારા શિવરાત્રીના લિંગ ઉપર આંટાફેરા કરતા કરતા ઉંદરોને ભાળી જે પ્રશ્ન ઉદભવયો હતો. જેમાથી બોધ રૂપી જ્યોત પ્રગટી હતી એ ઇશ્વર સંબંધી ભ્રામક વિચારોના મૂળમાં આ પ્રથમ કુહાડીનો ઘા કર્યો. (અગત્યની નોંધ ટંકારા ટ્રષ્ટ દ્વારા શિવરાત્રે બોધરાત્રીના ભાવ સાથે ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ઉજવે છે. આ વર્ષે પણ ૧ માર્ચ, '૨૨ના ઉજવણી કરવામાં આવશે.) મૂર્તિપૂજાના વિરોધથી સ્વાભાવિક પણે દયાનંદનો વિરોધ થવાનું અને આ વાતને માનનાર વર્ગ સીમિત રહશે એવુ જાણવા છતા પણ ગુરુને આપેલા વચન ખાતર આપણા નાયક નિરાકાર ઈશ્ર્વરની વાત સાથે નાના મોટા સમૂહમાં સત્સંગ ચાલુ કર્યા. સ્વામીજી એ પોતાની રીતે મૌલિક અને મનોહારી ભાષામાં ધર્મ સંબંધી વ્યાખ્યાથી જિજ્ઞાસુ અધ્યયનકર્તા સત્સંગી આવવા લાગ્યા. ભગવત ગીતા દેવી પુરાણ સહિત અનેક ગ્રંથોની વાત વેદાંત અભિમુખ હતી. ત્યારબાદ કથા સાંભળવા આવતા લોકોને પંચદર્શી કથા સંબંધમાં જાણકારી જોઈતી હતી એટલે એની કથા આરંભ કરી પરંતુ આ પુસ્તક ભ્રમમુલક અને મનુષ્યકૂત હોય લોકોના આગ્રહ છતા નિચે મુકી બંધ કરી દીધી હતી અને એક નવા વિચારે જન્મ લિધો કે હાલના પુસ્તકો મનધડત રીતે જે વાત રજુ કરવામાં આવી છે. એની સામે સત્ય નો પ્રકાશ પાથરી શકે એવુ પુસ્તક લખવુ જોઈએ અને આગ્રા નિવાસ દરમિયાન જ સંધ્યા નામનું પહેલું પુસ્તક લખી નાખે છે એ સમયના ઋષિ ભક્ત શેઠ રૂપલાલ દોઢ હજારનો ખર્ચ કરી ત્રિસ હજાર નકલો છપાવે છે જોકે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવેલુ પહેલું પુસ્તક હાલે કોઈ પાસે ઉપલબ્ધ નથી. અહીંથી વેદોના વાચન માટે ધોલપુર જાય છે પણ ત્યા સાહિત્ય ન મળતા ગ્વાલિયર પહોચે છે. અહિં તો દયાનંદ ગ્વાલિયરના રાજા જિયાજીરાવ સિધયા જે 108 ભાગવત કથાનુ આયોજન કર્યું છે. એના આમંત્રણનો અસ્વિકાર કરી રામકુવા નજીક ભાગવત ખંડન ઉપર પ્રવચન આપવાનુ શરૂ કરી દીધું. પણ ગજબ કહેવાય ને આખા રાજ્યમાં નરેશ દ્વારા ચાલતી કથાની ચર્ચા છે તો બીજી તરફ આપણા ઋષિ પત્રિકા છપાવી શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો પણ એવા કયા કોઈ વિર્ધવાન હતા કે દયાનંદ નો સામનો કરે એટલે કોઈ ડોકાયુ નહી પરંતુ કથા પત્યા ના એક અઠવાડિયા પછી મહારાણી ના કુખે રહેલુ પાંચ માસનુ ગર્ભ નિકળી જાય છે. જોગાનુજોગ ભયંકર કોલેરા નામક રોગ ફાટી નીકળ્યો, જેમા સેકડો જીદગી હોમાઈ ગઈ રાજાનો એક કુંવર પણ મુત્યુ પામ્યો. જેથી આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો અને ભાગવત કથાનું કોઈ અશુભ પરીણામ મળ્યાની વાતો થવા લાગી. અહિંથી મહર્ષિ કરોલી, ખુશાલગઢ પછી જયપુર પહોચે છે જ્યા જૈન મુનિ સાથે શાસ્ત્રાર્થ અને બ્રહ્મ દેવતા સાથે વ્યાકરણ ઉપર પશ્રનોતરી કરે છે. જેમા અલા દલા મારી બધા મૌન રહે છે. એ વખતે જયપુર મા શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનો વિવાદ ચાલી રહ્યો હતો જેમા પોતાનો મત વ્યક્ત કર્યો હતો. અહીંથી પછી બગરૂદુદા અને કિશનગઢ રોકાણ કર્યું પછી અજમેર આવે છે અને અહીં પહેલી વખત હિન્દ ધર્મ થી અલગ વિધર્મીઓ સાથે સંવાદ કરે છે. જેમા ઈસાઈ અને મુસ્લિમ ધર્માચાર્યોનો સંપર્ક થાય છે. જેની સાથે શાસ્ત્રાર્થ સંવાદમા મૌલવી નિરૂતર બની જાય છે અને ઈસાઈ પાદરી જોન રોબસન, શૂલબ્રેડ અને ગ્રે સાથે ઈશ્વર, જીવ, સુષ્ટીક્રમ તથા વેદ વિશે ત્રણ દિવસ લગાતાર વિચાર વિમર્શ થયા અને સ્વામીજીના પશ્ર્નોના જવાબ પાદરી પણ આપી શક્યા નહી પણ હા જેલમાં પુરાવી સજા આપવાની ધમકી જરૂર આપી પાદરી એ. દયાનંદ સરસ્વતી જયપુરમાં એ સમયના મેજર ડેવિડસન અને કર્નલ બ્રુક સાથે પરીચય થાય છે અને ગૌરક્ષા બાબતે વિસ્તાર થી વાત કરી ગૌ હત્યા અટકાવવા પ્રયાસ કર્યો હતો. દોરા, ધાગા, કંઠી, તિલક ને લઈ ઋષિ એક ડગલું આગળ વધીને ભાગવત ખંડન નામની નાની પુસ્તિકા પ્રકાશિત કરે છે. જે હજારો જીજ્ઞાસુને વાંચન અર્થે આપે છે અને થોડી પ્રતો સાથે રાખી ફરી મથુરા ગુરૂદેવને મળવા પરત ફરે છે. આ વિરજાનંદ અને દયાનંદ ગુરૂ શિષ્યનો આખરી મિલન હોય છે. અહીં ઋષિ થોડો સમય રોકાઈ છે અને આર્ય ખંડની દુર્દશા વિશે વિગતે વાત કરી ભાગવત ખંડન પુસ્તકનો પણ પરીચય કરાવે છે. ગુરૂ પોતાના કુર્પા પાત્ર સુયોગ્ય વિજયી શિષ્ય દયાનંદને મળી અત્યંત ખુશ થાય છે અને અહીંથી ફરી હરદ્વાર કુંભના મેળામાં ધર્મોપદેશક માટે જવા આજ્ઞા લે છે અને કુંભનો મેળો બનશે દેશ આખામાં ચકચાર મચાવનારી ઘટના. (કર્મશ:) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..