મોરબી : મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલમાં KG તથા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.મસાલ સાથે માર્ચ પરેડ કરીને ઓપનિંગ સેરેમની કરવામાં આવેલ હતી. મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલમાં સ્પોર્ટ્સ-ડેનું ગત તા.19ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના KG તથા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ-ડેનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મુખ્ય મહેમાન હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી) અને B.M.SHARMA (NCC ઓફીસર) હાજર રહ્યા હતા.મસાલ સાથે માર્ચ પરેડ કરીને ઓપનિંગ સેરેમની કરવામાં આવેલ હતી.મહેમાન દ્વારા રીબીન કાપી,વિવિધ ગેમ્સની શરૂઆત કરવામાં આવેલ હતી.આ સ્પોર્ટ્સ-ડેને સફળ બનાવવામાં વ્યાયામ શિક્ષક હીનેશભાઈ ભાલોડિયા અને તમામ સ્ટાફએ જહેમત ઉઠાવેલ હતી. સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાસર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..