હાઇકોર્ટમાં મામલો પહોચતા પાલિકાએ દબાણકર્તાને 7 દિવસમાં દબાણ હટાવવા નોટિસ આપી મોરબી : મોરબીમાં સાર્વજનીક પ્લોટમાં માત્ર 3 ફૂટના દબાણનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે હાઇકોર્ટે ચીફ ઓફિસરને નોટિસ ફટકારી છે. સામે હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો હોય પાલિકાએ આજે દબાણકર્તાને 7 દિવસમાં દબાણ હટાવવા માટે નોટીસ આપી છે. મોરબીની ધર્મલાભ સોસાયટીના કોમન પ્લોટ પાસે એક આસામીની મિલકત આવેલી છે. આ મિલકતનું માત્ર 3 ફૂટ જેટલું બાંધકામ કોમન પ્લોટમાં આવેલ છે. આ ઉપરાંત 20 ફૂટ જેવું ફળિયું બનાવેલું છે. આ દબાણ અંગે પાડોશમાં રહેતા એક વ્યક્તિએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલો છેક હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. વધુમાં ગુજરાત હાઇકોર્ટના તારીખ 30-1- 2019ના રોજ આ મામલે એક ઓર્ડર આપ્યો હતો. પણ તેનું પાલન ન થતા અરજદાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સાગર રાડીયાને નોટિસ પણ ફટકારી છે. હાઇકોર્ટની નોટીસને લઈને પાલિકા હરકતમાં આવી છે. પાલિકા દ્વારા આ 3 ફૂટનું દબાણ દૂર કરવા આસામીને નોટિસ ફટકરવામાં આવી છે. જેમાં દિવસ 7માં આ દબાણ હટાવવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ એક અધિકારીએ એવું જણાવ્યું કે આ દબાણ ખૂબ નાનું છે. જેમાં આસામીના મકાનના ટોયલેટ બાથરૂમનો થોડો હિસ્સો આવે છે. હવે આ તોડી પાડવામાં આવે તો આસામીને નુકસાન થાય એવું છે. માનવતાવાદી અભિગમ અપનાવી તેની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. પણ હવે આ મામલાએ મોટુ સ્વરૂપ લેતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..