વાંકાનેરમાં સિંધાવદર અને કલવાડીની સીમમાં પાઇપલાઇનમાં ભંગાણ મામલે ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર અને કલવાડી ગામની સીમમાંથી પસાર થતી પાણી પુરવઠા બોર્ડની પાઈપલાઈનમાં ભંગાણ સર્જી ખેડૂતોએ કનેક્શન મેળવી પીવાના પાણીથી ખેતી શરૂ કરી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇનમાં બાકોરા પાડી ગેરકાયદેસર કનેકશન મેળવી લઈ સીંધાવદર ગામના સર્વે નંબર ૨૯/૧ પૈકી-૧ /પૈકી-૧/પૈકી-૧ તથા સર્વે નંબર ૩૧૪ તથા સર્વે નંબર ૩૦૦ પૈકી ૧ ના ખેડુત ખાતેદારો દ્વારા પાણી ચોરી કરવામાં આવતા આ મામલે બોર્ડના કોન્ટ્રાકટર અમરસિંહ જેઠસુરભાઇ સીસોદીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ગંભીર અને ચોંકાવનારી બાબતે વાંકાનેર તાલુકા પોલીસે પાણી ચોરી કરનાર તમામ ખેડૂતો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૩૦ અને પબ્લીક પ્રોપટી ડેમેજ એક્ટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..