શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ : શ્રી રામ ગૌશાળા ખાતે 450 ગૌવંશોને લાપસીની પ્રસાદી જમાડી શ્રદ્ધાંજલિ અપાઇ હળવદ : હળવદની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં છેલ્લા એક વર્ષમાં લાખો રૂપિયાનું માતબર રકમ 5નું દાન કરનાર મહાન દાનવીર મધુસુદનભાઈ મહેતાનું દુઃખદ અવસાન થતા શરણેશ્વર મહાદેવ મંદિર - વિશ્વ હિન્દૂ પરિષદ અને રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં હળવદના વિવિધ સામાજિક ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નરેશભાઈ રાવલ અને હાર્દિકભાઈ દવે દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મધુસુદનભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની દક્ષાબેન મહેતા દ્વારા હળવદની વિવિધ સંસ્થાઓમાં માતબર રકમ દાન કરવામાં આવ્યું હતું જેમાં શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શરણનાથ ઉપવન અને ઉતારાના રૂમ માટે 35 લાખ જેટલી માતબર રકમ નું દાન કરવામાં આવ્યું જયારે હળવદની રામ ગૌશાળા ખાતે નવીન સેડના બાંધકામ માટે 7 લાખ જેટલી માતબર રકમનું દાન આપવામાં આવ્યું. જયારે રોટરી ક્લબ ઓફ હળવદમાં અતિઆધુનિક ઓક્સીજન સુવિધા વાળી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. સાથે રોટરી ક્લિનિક અને રાજોધરજી હાઈસ્કૂલના રીનોવેશન સહીતના સેવાકાર્યો માટે 12 લાખ રૂપિયાની માતબર રકમનું દાન સદગત દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે હળવદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વિવિધ સેવાકીય કર્યો માટે આટલી મોટી રકમનું દાન કરવામાં આવ્યું સદગતના આત્માને ચીર શાંતિ મળે તે માટે શરણેશ્વર મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી અને શ્રી રામ ગૌશાળા ખાતે 450 ગૌવંશોને લાપસી જમાડી સેવાકાર્ય થકી સ્વ.મધુસુદન દાદાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.