મોરબી : મોરબાની ભરતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિવાજી જયંતિની ઉજવણી કરી છે. ભારતના બહાદુર શાસકોમાંના એક અને પરાક્રમી પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1930ના રોજ શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો. તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને પણ હંમેશા સાચો જ ન્યાય મળતો. તેથી જ તેમને હિન્દુઓના હૃદયસમ્રાટ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાલમાં પણ શિવાજી જયંતિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. ત્યારે ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ પણ શિવાજી જયંતિની ઉજવણી કરી હતી. કોઈ બાળકોએ શિવાજીની વેશભૂષા ધારણ કરી તો કોઈએ તેમના વિશે પરિચય આપ્યો હતો. તેમ યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..