મોરબી જીલ્લા કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નવજીવન વિદ્યાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે કરાયું મોરબી : ગુજરાત રાજ્ય રમત ગમત,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ- ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા ખેલ મહાકુંભ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યકક્ષાના ખેલમહાકુંભનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ નવજીવન વિદ્યાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ (District level sports school) ખાતેથી કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય રમત ગમત,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ- ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમત-ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય વરીષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાવંત ખેલાડીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના ૧૦માં ખેલમહાકુંભ કર્ટેન રેઈઝર પાર્ટલ કાર્યક્રમનો તા.૧૭/૦૨/૨૦૨૨ને ગુરુવારના રોજ સાંજે ૦૭.૩૦ કલાકે શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના દરેક જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ કાર્યક્રમના કરાયેલ જીવંત પ્રસારણ અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ (District level sports school) મોરબી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ,નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર,જિલ્લા શિક્ષણધિકારી બી.એમ.સોલંકી,મામલતદાર ડી.જે.જાડેજા, મોરબી જિલ્લાના સિનિયર કોચ રવિભાઈ ચૌહાણ,જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન,તેમજ નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલના મેનેજિગ ડાયરેક્ટર ડી.બી.પાડલિયા તેમજ કોચ,ટ્રેનર તેમજ ખેલાડીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમના માધ્યમથી ઉક્ત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાયા હતા.ઉપરાંત મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલએ મોરબી જિલ્લામાં વધુને વધુ ખેલાડીઓ ભાગ લેવા અનુરોધ કરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..