કેમ્પમાં 5 વર્ષ સુધીના બાળકો માટે નવું આધાર કાર્ડ કઢાવી શકાશે મોરબી : મોરબીમાં આવતીકાલે તા. 20ને રવિવારે નગરપાલિકા ટાઉન હોલ ખાતે સવારે 8 કલાકથી 3 કલાક સુધી આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ તથા 0થી 5 વર્ષના બાળકો માટે નવું આધાર કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકાના સહયોગથી મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા મોરબી નગરપાલિકા ટાઉન હોલ ખાતે તા. 20ને રવિવારે સવારે 8થી 3 વાગ્યા સુધી આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ તથા 0થી 5 વર્ષના બાળકો માટે આધાર કાર્ડ નવું કઢાવવા માટે મોરબી પોસ્ટ ઓફિસની ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલવા માટે, અપડેટ કરવા માટે આધાર કાર્ડ તથા મોબાઇલ સાથે રાખવાનો રહેશે તેમજ રૂ. 50 ફી આપવાની રહેશે. તેમજ બાળકોનાં આધાર કાર્ડ નિઃશુલ્ક કઢાવવા માટે પિતા અથવા માતા જે હાજર સાથે હોય તેનું આધાર કાર્ડ, મોબાઈલ સાથે રાખવો અને તે બેમાંથી કોઈપણ એક વ્યક્તિનો તેમજ બાળકનો જન્મ તારીખનો ઓરીજનલ દાખલો સાથે રાખવો, તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..