ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક બાઈક ચાલક આધેડને હડફેટે લેતા આધેડના હાથ પગમાં ફ્રેક્ચર થવાની સાથે શરીરે ઇજાઓ પહોંચતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભેરડા ગામે રહેતા ધીરૂભાઈ લવજીભાઈ સરવારીયા વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં આવી ચડેલા ટ્રક રજી.નં. GJ-03-BW -2919ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં ધીરુભાઈના હાથ અને પગમાં ફ્રેક્ચર થવાની સાથે ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે અકસ્માતનો ભોગ બનેલા ધીરૂભાઇએ ટ્રક નંબરના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા વાંકાનેર સિટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.