આ રોડને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત મોરબી : મોરબીમાં બેલા-તળાવીયાસનાળા-નીચી માંડલને જોડતા રોડને ડબલ લેન કરવામાં આવે તો ટ્રાફિક હળવો થશે. આથી, આ રોડને મોટો અને સારો બનાવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. મોરબી જીલ્લામાં ખુબ જ ઔદ્યોગિક વિકાસ થયેલ છે. પરંતુ રોડ-રસ્તા, પાણી વગેરેની સુવિધા જેવી મળવી જોઈએ તે મળતી નથી. હાલમાં મોરબી-જેતપર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. જેને ફોરલેનમાં ફેરવવાના કામને મંજુરી મળી ગયેલ છે. પરંતુ કામ ચાલુ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી. મોરબી-રાજકોટના ફોરલેનના કામની જેમ આ કામ પણ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમું ના થાય તે જોવા પણ વિનંતી છે. તેવી જ રીતે હળવદ-મોરબી રોડને પણ તાત્કાલિક કામ ચાલુ કરવા માંગણી છે. આ ઉપરાંત, મોરબી જેતપર રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેશે. અને તે મોટાભાગનો ટ્રાફિક હળવદ રોડ પરથી આવતો હોય છે. અને હળવદ રોડ પર જતો હોય છે. તો જો આ ટ્રાફિકને થોડો હળવો કરવા માટે બેલા-તળાવીયાસનાળા-નીચી માંડલને જોડતો રોડને ડબલ લેન કરીને મોટો અને મજબુત કરવામાં આવે તો જરૂર ટ્રાફિક હળવો થશે. આથી, આ રોડને તાત્કાલિક મંજુર કરીને બનાવવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થશે. તો આ રોડને તાત્કાલિક મંજુર કરીને નવો બનાવવાનું કામ ચાલુ કરવામાં આવે તેવા આદેશો કરવા વિનંતી કરાઈ છે. આનાથી એક સાથે અનેક ફાયદાઓ થશે. એક તો ટ્રાફિક પણ વહેંચાઈ જવાથી હળવો થશે. અને પેટ્રોલ/ડીઝલની પણ બચત થશે, સમય પણ બચશે. અકસ્માતો પણ ઘટશે. મહામુલા માનવ જીવનની હાનિ ટળશે. તો આ બાબતે હકારાત્મક રીતે વિચારીને વહેલાસર યોગ્ય કરવા અપીલ કરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..