મોરબી : મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પિતૃઓના મોક્ષાર્થે તા. 23મીથી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં એલ. ઈ. કોલેજ પાસે આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા. 23ને બુધવારથી શ્રીમદ્ ભાગવત પુરાણ કથાનું આયોજન કરેલ છે. કથા દરમિયાન વ્યાસપીઠ પર સ્વજનના કોરોનાકાળમાં અવસાન પામેલા પિતૃ માટે ફોટા મુકવામાં આવશે. તો જે ભકતજનોને સ્વજનનો ફોટો પધરાવવો હોય તેમણે નામ લખાવી દેવાના રહેશે. કથાનું રસપાન વ્યાસપીઠ સ્થાનેથી રામધન આશ્રમના બાળવિદુષી માયાકુમારી જોષી કરાવશે. કથાનો પ્રારંભ તા. 23ને બુધવાર બપોરે 2 કલાકે થશે. કથાનો સમય બપોરે 2થી સાંજે 6 વાગ્યાનો રહેશે. કથાની પૂર્ણાહુતિ મહાશિવરાત્રીએ તા. 1ના રોજ સવારે 8થી 11-30 કલાકનો રહેશે. કથા દરમિયાન તા. 23એ પોથીયાત્રા, તા. 26એ નંદ મહોત્સવ, તા. 27એ ગીરીરાજ પુજા, તા. 28એ રૂક્ષ્મણી વિવાહ અને તા. 1એ સુદામા ચરિત્ર અને પરિક્ષીત મોક્ષના પ્રસંગો ઉજવાશે. આ કથાનો ભાવિકોએ લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.