નાગડાવાસ અને ગૂંગણ ગામની સીમમાં બનેલ બનાવ મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ અને ગૂંગણ ગામના રસ્તે આવેલી વાડીએ રહી મજૂરી કામ કરતી પરિણીતાને પતિ સાથે જમવા બાબતે ઝઘડો થતા ઝેરી દવા ગટગટાવી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાતા સારવાર દરમિયાન રાજકોટ દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાગડાવાસથી ગુંગણ જવાની સીમમાં પતિ સાથે ખેતરમાં રહી મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની આદિવાસી પરિણીતા કવિતા રસિક ડામોર (ઉ.૨૫) ગત રાતે સાડા નવેક વાગ્યે ઝેરી દવા પી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં દમ તોડી દીધો હતો. બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક કવિતાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ રસિક સાથે જમવા બાબતે ઝઘડો થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..