કોટડા નાયાણી ગામના શખ્સનું નામ ખુલતા ગુન્હો દાખલ ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર લતિપર ચોકડી નજીકથી ટંકારા પોલીસે સીએનજી રિક્ષામાં દેશી દારૂની હેરફેર કરતા ત્રણને દબોચી લઈ કોટડા નાયાણી ગામના શખ્સનું નામ ખુલતા ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટંકારા પોલીસે લતિપર ચોકડી નજીકથી સીએનજી રિક્ષામાં દેશી દારૂ સાથે નીકળેલા ટંકારાના રાજુભાઈ બાબુલાલ કુંઢીયા, સુરેશભાઈ અમુભાઈ કુંઢીયા અને પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ કુંઢીયાને 60 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1200 અને 25 હજારની રીક્ષા સહિત 26,200ના મૂળમાલ સાથે ઝડપી લીધા હતા. આ ગુન્હામાં કોટડા નાયાણી ગામે રહેતા પ્રવિણભાઈ જયંતિભાઈ લોરીયાનું નામ ખુલતા પોલીસે પ્રવિણને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.