મોરબી : મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયેલ હતા. જેમાં સતવારા જ્ઞાતિના યુગલે આર્ય સમાજની વિધિથી ઘડિયા લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આજે કોરોના અને મોંઘવારીને કારણે આવા સાદાઈથી લગ્ન યોજીને સમાજમાં એક નવો રાહ આ લગ્નથી ચિંધવામાં આવ્યો છે. જે આજના સમયમાં સમાજે અપનાવવા જેવો છે. સમાજમાં આજે લગ્નવિધિમાં દેખાદેખીથી બહુ મોટા ખર્ચ થઇ રહ્યા છે ત્યારે આવા સાદાઈથી ઘડિયા લગ્ન યોજાય તે આ યુગની-સમાજની માંગ છે. મોરબી સતવારા નવગામ જ્ઞાતિમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ નવઘણભાઈ પરમારના પુત્ર નયનકુમારના લગ્ન રવાપર નિવાસી કંઝારિયા નરસીભાઇ પ્રેમજીભાઈની પુત્રી જ્યોતિ સાથે આર્ય સમાજની વિધિથી ઘડિયા લગ્ન યોજાયેલ, જે સમાજમાં સીમાચિન્હ રૂપ છે. આ પ્રસંગે સતવારા જ્ઞાતિના પ્રમુખ ડૉ. લખમણભાઇ કંઝારિયાએ સમાજમાં આવો નવો ચીલો પાડનાર નવદંપતીઓના વાલીઓને અભિનંદન પાઠવેલ હતા. તેમ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયા એ યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..