હળવદ તાલુકા પંચાયત પ્રમુખ એ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી હળવદ : હળવદમાં માથક, સુંદરીભવાની, સરા સુધીનો રસ્તો તેમજ સરંભડા, પાંડાતીરથ, કડીયાણા રોડ બનાવવા બાબતે હળવદ તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢિયાર એ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે માથક, સુંદરીભવાની, સરા સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. સુંદરીભવાની ગામે પ્રખ્યાત સામુદ્રી ભવાની મંદિરમાં દર્શનાર્થીઓ દૂરથી આવતા હોય તેને ખરાબ રસ્તાઓના કારણે સમસ્યા ઊભી થાય છે. અને તમામ એસ.ટી. બસ પણ બંધ થઈ છે, તે ચાલુ થાય તો લોકોને દવાખાને તથા તાલુકા મથકે પહોંચવામાં સરળતા રહે. તેમજ સરંભડા, પાંડાતીરથ, કડીયાણા રોડની ખરાબ હાલતના લીધે ગામલોકોને તાલુકા મથકે ખરીદી વેચાણ કરવામાં તકલીફ પડે છે. તેમજ પ્રખ્યાત સુંદરીભવાની મંદિરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવે. જેથી, મંદિરનો વિકાસ થાય અને રોજગારીનું સર્જન થાય. આમ, રજૂઆતમાં માથક, સુંદરીભવાની, સરા સુધીનો તેમજ સરંભડા, પાંડાતીરથ, કડીયાણા સુધીના ખરાબ થઈ ગયેલા રોડનું સમારકામ કરવા અને સુંદરીભવાની મંદિરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવા અપીલ કરવામાં આવી છે.