વાંકાનેરના કણકોટ ગામે બનેલ બનાવમાં બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે પાડોશમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયા બાદ બે પરિવાર વચ્ચે ચાલતા ઝઘડામાં પાડોશી મહિલાએ હજુ પણ તારી દિકરીને ભગાડી જવી છે કહી દીકરીના માતા હંસાબેન ઉપર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા હંસાબેન લાલજીભાઇ કરશનભાઇ માલકીયાની પુત્રીને બાજુમાં રહેતો નૈમિશ નામનો યુવાન અગાઉ ભગાડી ગયો હોય બન્ને પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હતો જેમાં ગઈકાલે હંસાબેન શેરીમાં બહાર નીકળતા નૈમિશની બહેન હેતલે હંસાબેનને કહ્યું હતું કે હજુ પણ તારી દીકરીને ભગાડી જવી છે. બાદમાં આ વાતમાં બોલાચાલી બાદ હંસાબેન ઉપર રાજુભાઇ મનજીભાઇ, લાભુબેન મનજીભાઇ અને હેતલબેન મનજીભાઇએ ઉશ્કેરાઈ જઈ હંસાબેનને માથામાં કપાળના ભાગે લાડકીનો એક ઘા મારી, મુંઢમાર મારી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હંસાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,પ૦૬(ર),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.