મોડી રાત્રે ફાયર બ્રિગેડ ટીમે યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો મોરબી : મોરબી શહેરની ભાગોળે આવેલ શકત શનાળા ગામે માતાજીના મંદિર નજીક આવેલ કુવામાં યુવાને પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી છે. આ ઘટનાની જાણ થતા મોરબી ફાયર ટીમે યુવાનનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ જેનીશ રીકલેમેશન ટાયર કંપનીના લેબર ક્વાટર્સમાં શક્ત શનાળા ગામે રહેતા જીતેન્દ્રસિંગ કપીલસિંગ ચંદ્રવંશી ઉં. 22 નામના યુવાને શક્તિ માતાજીના મંદિર નજીક આવેલા કુવામાં ઝંપલાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે રાત્રીના 09:00 થી 12:50 સતત કામગીરી હાથ ધરી કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..