પહેલો પડાવ - કઠણ ચઢાણ, બ્રહ્મચારી બાદ શુધ્ધચૈતન્ય અને દયાનંદ સરસ્વતી નામ કરણ, પિતા સાથે મિલાપ, વિશ્વબંધુત્વના શિખરે પહોંચવા પ્રવાસ ટંકારા : મુળશંકરનો ગૃહ ત્યાગ બાદ પહેલો પડાવ ટંકારા સિમાડા વટાવી ચાર ગાઉ (12 કિલોમીટર) વાકાનેરની હદના ગામડા રાખ્યો હતો ભાસ્કર અસ્ત થવાની તૈયારીમાં હતા ત્યારે દેશમાં એક અનેરો પ્રકાશ પાથરવા નિકળેલ 22 વર્ષનો યુવા પરીવાર પકડી ન પાડે એવા ડરથી રાત્રી રોકાણ કરે છે. વૈરાગી અને વિચારોમાં તરબોળ મુળશંકરને નિંદ્રા તો શુ આવી હશે કે મો-સુઝણુ થાય એ પહેલાં તો જાગી અવર - જવર વાળા રસ્તાને બદલે આડા અવળા માર્ગે વાકાનેર- સાયલા વચ્ચે લુણસરીયા ગામ છે અને ત્યાં નદીના કિનારે આવેલા રાણીમાના હનુમાન મંદિરે બીજી રાત્રી રોકાણ કરે છે. હવે તો સ્વામીજી ટંકારાના કેટલાય સિમાડા દુર હોવાથી નિશ્ચિત બની ત્રીજા દીવસે આગળની મંજીલ માટે રવાના થઈ રહ્યા છે ત્યાજ એ સમયના પાહિતા નગરજનો સાથે સંવાદ કરતા સાભળે છે કે ગઈ રાત્રે કેટલાક ધોડેસવારો મોરબી રાજ્યના આલા અમલદારના પુત્રને શોધવા અહી આવ્યા હતા તમને જણાવી દઈએ કે કરશનજીની સુરક્ષા માટે પણ સૈનિકો રહેતા એટલે પછી રાજયનુ સુરક્ષાદળ એના પુત્રને ગોતવા ગતિશીલ બને એમાં નવાઈ નથી. પણ આ વાત સાંભળીને ઋષિતો આગળ વધે છે અને અઠંગ ખેલાડી એવા કહેવાતા ઠગ સાધુની મંડળી વિહાર વેળાએ ભેટો થાય છે અને વૈરાગ્ય અને સાચા શિવની શોધના પ્રયોજન માટે નિકળેલા યુવાનને સાયલા આવેલ લાલા ભગતની જગ્યાએ સિધ્ધ સાધુ અને યોગાભ્યાસુ મળશે માટે ત્યા જતો રહે એવી સલાહ આપી મુળશંકરના હાથમાં પહેરેલી સોનાની વીંટી અને આભૂષણો વૈરાગીને શોભે નહી એવુ કહી ઠગ ટોળકી તેની પાસે લઈ લે છે ' કર્મની ગતી ન્યારી છે આગળ જતાં આજ યુવાન આવા ઠગની હાટડી દેશ આખામાં બંધ કરાવે છે'. ચોથી રાત્રે ઠગ ટોળકીના સભ્યોએ સુચવેલા સાયલા ગામે મંદિરે નિવાસ કરે છે આ જગ્યા પર મુળશંકરને જગ્યામાં આવેલ બ્રહચારી મળ્યો અને એણે સ્વામીજીને બ્રહ્મચારી બનવા માટે મનાવી શુદ્ધચૈતન્ય નામ આપ્યુ એટલે મુળશંકર બન્યા શુદ્ધચૈતન્ય પણ વેદના શ્લોક અને અનેક પુસ્તકો વાચેલાને અહી સાયલા રાસ થોડુ આવે આતો ભગતનો આશ્રય હતો જયા નામ જપ અને હરી મહિમા ગુણગાન ગાઈને મોક્ષ સુધી પહોંચવાના પ્રયાસ વાળો કેડો હતો. વળી પાછો અહી કોઈ એવો સિદ્ધ સંત કે યોગનો નિપુણનો ભેટો થયો નહી એટલે ઓલા અઠંગ ખેલાડીએ દિવસો બગાડયાનુ કહી આગળની વાટ પકડી અને આવી પહોચ્યા અમદાવાદ સાયલા વચ્ચે આવેલુ કોઠગાંગડ નગરે આ નગરએ સમયે નાનુ રાજ્ય સમાન હતુ. ત્યા રાજવી પણ નિવાસી હતા એટલે વૈરાગીની જમાત હતી. પણ શુદ્ધચૈતન્યને એ જમાત સાથે જામ્યુ નહી એટલે અલગ આશ્રય ગોતી 90 દીવસનુ લાબું રોકાણ કર્યું ત્યારે કોઠગાંગડ નગરે કોઈ જાણકારે જણાવ્યું કે સિદ્ધપુર કારતક સુદ પૂનમે મેળો ભરાય છે. જ્યા ધણા સંતો મહંતો આવે છે એટલે આપણા સ્વામીજી ત્યા એકાદ યોગાભ્યાસુ મળે એવા ઉમદા આશયથી અહીંથી રવાના થયા ( આ એજ સિદ્ધપુર છે જે સ્વામીજીના પુર્વજો પહેલી વાર ઉતર ભારતમાથી અહી આવ્યા હતા) હવે આપણા મહર્ષિને એક મુસિબત મળશે જે આગળ જતાં મુશ્કેલી કરશે થાય છે એવુ કે સિદ્ધપુર જતા રસ્તામાં ટંકારાનો એક કરશનજીને ઓળખાતો પરીચિત ભેગો થાય છે. અને આપણા દયાનંદ એને માંડીને વાત કરે છે અને મેળામાં જવાનું કહે છે. હવે આ માદરે વતનનો માણા ટંકારા પહોચી દયાનંદના પિતા કરશનજીને એના પુત્રની વાત કરે છે કે ભગવા વસ્ત્રો ધારણ કરી કાર્તિકી મેળામાં પહોચ્યો છે. ઋષિવરે સિદ્ધપુર પહોંચીને નિલકંઠ મહાદેવ મંદિરની જગ્યાએ નિવાસ કર્યો છે અને આજુ બાજુની જગ્યાએ કોઈ યોગવિદ્યા જાણકાર મહાત્મા મળે એની ખોજ કરવાની દિનચર્યા આરંભ કરે છે. સવારથી રાત્રી સુધી જયા પણ જાણવા જેવુ સાંભળવા મળે ત્યા જિજ્ઞાસુ બનીને સત્સંગ કરે છે. એક દિવસ એક આશ્રમમાં ચાલતી પંડિતોની વાર્તામા દયાનંદ બેઠા હતા. ત્યારે ચારેક સિપાહી સાથે પિતા કરશનજી મુળશંકરને ગોતી કાઢે છે. અને ક્રોધિત થઈને કઠોર વચનનો મારો ચલાવે છે. જ્યારે પિતા પુત્રનો ભેટો થયો ત્યારે તુંબીપાત્ર ભગવી કફની અને વૈરાગી વિચારોથી તુ આપણાં કુળમાં કલંક લગાડનાર પેદા થયો છે તારી માં રૂદન અને વિયોગમાં મરી રહી છે. અને તુ એને મારવા ફરી રહો છે જેવા અનેક સવાલોનો મારો ચલાવી સ્વામીજીને ભયભીત કર્યા પણ ચાતુર્ય શુધ્ધચૈતન્યએ પિતાના પગે પડી વંદન કરી ગુસ્સો શાંત કરવા કહુ કે 'આપ ક્રોધ ન કરો. હુ અહી કોઈ ધુતારાના ભોળવવાથી અહી આવ્યો છુ. મને પણ અહી આવી ખુબ કષ્ટ અને દુખ પડયું છે અને હુ અહિથી ધરે પરત ફરવાનો જ હતો, ત્યા આપ આવી ગયા. તે ધણુ સારૂ થયું. હુ હવે આપની સાથે ધેર પાછો આવવા તૈયાર છુ.' આવી મધુર અને શાણી વાતો સાંભળી ને પિતાનો ગુસ્સો ઠંડો થતો નથી પરંતુ સ્વામીના હાથમાં રહેલુ તુંબડુ ઝુંટવી જમીન ઉપર પછાડી તોડી નાખે છે. અને ભગવા વસ્ત્રો ફાડી નાખી સ્વેત વસ્ત્ર પહેરાવી સિધ્ધપુર જયા કરશનજી રોકાયા હતા ત્યા ઉતારે લઈ જાય છે અને રૂમની બહાર નજરકેદ કરી એક ક્ષણ માટે પણ રેઢો ન છોડવા ચોકી પહેરો રાખી દે છે. પરંતુ સત્ય, વિર્ધા, યોગ, મોક્ષ, આત્માની પવિત્રતા અને ધર્માત્મા પૂર્વક ઉન્નતિ માટે ધન - સંપત્તિ, માતા - પિતા, કુટુંબ - કબિલો છોડી નિકળી ગયેલા ઝંડાધારી એમ થોડા માદરે વતન ટંકારા પરત ફરવાના હતા! એટલે સિપાહી ના ચોકી પહેરા વચ્ચે ઊંઘવાનો ડોળ કરી નશકોરા બોલાવવા લાગે છે. મોડી રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે વૈરાગી યુવાન ઉભો થઈ આમ તેમ નજર ફેરવી પાકું કરે છે કે, પાહેતા પોઢી ગયા છે કે જાગે છે? પણ મોડી રાત્રે નિદ્રા કોને ન આવે એટલે નજરકેદમાં રહેલ દયારામ પાણીનો લોટો લઈને કોઈ જાગે અને પુછે તો લધુશંકા માટે જવાનુ બહાનુ આપી શકે એટલે એક લોટો હાથમાં લઈ ફરી છનનન થઈ જાય છે અને ઉતારાથી દોઢેક કિમી દૂર મંદિરના શિખરે ચડી જાય છે. આ બાજુ નિંદ્રામાં સુતેલા સિપાહી અને કરશનભાઈ જાગે છે ત્યારે મુળશંકર ન મળતા ફરી શોધખોળ આદરે છે. પણ આપણા બ્રહચારી એમ હવે હાથમાં થોડા આવે આ અગાઉ પણ ભાગવાનો અનુભવ પણ થયેલ છે. પણ સિપાહી મંદિર નજીક બગિચો છે ત્યા આવી પહોચે છે અને યુવાન વિશે જાણકારી મેળવે છે. આ બધુ શુધ્ધચૈતન્ય શિખરે બેઠો બેઠો સાંભળી રહો છે હા જો ઓલો પાણીનો લોટો કામ આવ્યો શિખરેથી હેઠે તો ઉતરાઈ નહી...