પક્ષીઓ માટે ચણ-પાણીના સ્ટેન્ડનું વિતરણ કરાયું તેમજ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્વારા પુલવામા થયેલા હમલામાં શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.તથા પક્ષીઓ માટે ચણ-પાણીના સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ પણ યોજાયો હતો. રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્વારા ગત.તા.14ને સોમવારના રોજ ઉમા હોલ,મોરબી ખાતે પુલવામા થયેલા હમલામાં શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ સાથે જ પક્ષીઓ માટે ચણ અને પાણીના સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સુવર્ણપ્રાશન ટીપાંના કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘના રાષ્ટ્રીય સચિવ હીરેનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધમિર્ષ્ઠાબેન વ્યાસ,ગુજરાત કન્વીનર બીદીયાબેન રામાવત,મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ કૈલા,જિલ્લા ઉપાધ્યક્ષ જીનેશભાઈ શાહ,મોરબી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન પરમાર,મોરબી જિલ્લા કન્વીનર લતાબેન પનારા સાથે આરતીબેન,મોનાબેન,ભુમીબેન,આરતીબેન ચાવડા,રેખાબેન,કાજલબેન,નરેશભાઈ,મહેન્દ્રભાઈ,અમરભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.આ સાથે રાષ્ટ્રીય સચિવે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ ચાલુ રહે તેમ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..