મોરબી: મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ત્યારબાદ નવા જોડાયેલા કાર્યકર્તાઓનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા ટીમમાંથી મહામંત્રી જશવંતભાઈ કગથરા,મંત્રી કેતનભાઇ લોરીયા,સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા,મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયાની હાજરીમાં અને મોરબી જિલ્લા પ્રભારી અને સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જતીનભાઈ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ પંકજભાઈ પંકજભાઈ આદ્રોજાએ સોશિયલ મીડિયા ટીમમાં સોશિયલ મીડિયા ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ પડસુંબીયા, સોશિયલ મીડિયા મહામંત્રી ઉત્તમભાઈ કડીવાર, મંત્રીઓ તરીકે રાકેશ ભીમાણી, રાજુભાઈ વડગામા અને દીપકભાઈ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..