શેરીમાં મોટર સાયકલ ધીમું ચલાવવાનું કહેતા બે બંધુઓએ યુવાનને ધોકો ફટકાર્યો

- text


મોરબીના ગાયત્રીનગરની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં શેરીમાં મોટર સાયકલ ધીમું ચલાવવા યુવાનને ટપારનાર યુવાન ઉપર બે બંધુઓએ હુમલો કરી માથામાં ધોકો ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા લેખરાજ રણજીતદાન ઇશરાનીએ શેરીમાં ફૂલ સ્પીડમાં મોટર સાયકલ ચલવનાર જગદિશભાઇ કનુભાઇ લુહારને મોટર સાયકલ ધીમે ચલાવવાનું કહેતા જગદીશ ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો બોલી પોતાના મોટાભાઇને બોલાવી ઝઘડો શરૂ કર્યો હતો.

- text

વધુમાં લાજવાને બદલે ગાજનાર બન્ને ભાઈઓએ ફરિયાદી લેખરાજ રણજીતદાન ઇશરાની ઉપર હુમલો કર્યો હતો અને જગદીશના મોટાભાઈએ ફરિયાદીના માથામાં ધોકો ફટકારી દેતા ઇજાઓ પહોંચતા લેખરાજ રણજીતદાન ઇશરાનીએ આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ભાઈઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text