આજના તમામ કેસ મોરબી તાલુકાના જ, બાકીના તાલુકાઓમાં રાહત : 39 દર્દીઓ સાજા થયા, હવે એક્ટિવ કેસ માત્ર 107 જ રહ્યા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી દૈનિક કેસોનો આંક સિંગલ ડિજિટમાં આવી રહ્યો છે. આજે કોરોનાના માત્ર 6 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 107 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1098 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 39 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે આજે હળવદ શહેરના 53 વર્ષના મહિલાનુ કોરોનાના લીધે મરણ નોંધાયેલ છે. કોરોનાની સાથે તેઓને ફેફસાની જુની બીમારી હતી. તેમજ તેમણે કોરોના રસીના એક પણ ડોઝ લીધેલ હતા નહિ. 14 ફેબ્રુઆરી, સોમવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 04 મોરબી શહેર : 02 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 00 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 6 14 ફેબ્રુઆરી, સોમવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 31 વાંકાનેર તાલુકા : 02 હળવદ તાલુકા : 02 ટંકારા તાલુકા : 03 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 39