મોરબી : મોરબીની નવયુગ કોમર્સ સ્કુલના C.A.ફાઉન્ડેશન અને C.A.ફાઇનલની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા.પાસ થયેલ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખે અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી. તાજેતરમાં જ C.A.ફાઉન્ડેશન અને C.A.ફાઇનલની પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા.જેમાં મોરબીની નવયુગ કોમર્સ સ્કુલના વિદ્યાર્થીઓએ C.A.ફાઉન્ડેશન અને C.A.ફાઇનલની પરીક્ષામાં મેદાન માર્યું હતું.C.A.ફાઇનલમાં રાજવીર પ્રિયાંક 400 માંથી 209 ગુણે પાસ થયા હતા.જયારે C.A.ફાઉન્ડેશનમાં મેરેજા પાર્થ 400 માંથી 248 ગુણે,કાનડીયા ઋત્વી 400 માંથી 230 ગુણે અને રાજવીર અભી 400 માંથી 208 ગુણે ઉતીર્ણ થયા હતા.વિદ્યાર્થીઓની અથાગ મહેનતની સાથે નવયુગ કોમર્સ સ્કુલે પણ એટલી જ મહેનત કરેલી હોવાથી વિદ્યાર્થીઓ સારા ગુણે પાસ થયા હતા.પાસ થનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી.